વાંકાનેર શહેરના જીવન પર આ વિસ્તારમાં સાતનાલા નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના શહેર વિસ્તારમાં સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર ના જીનપરા વિસ્તારમાં સાતનાલા નજીક જાહેરમાં અમુક શખ્સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોય ત્યારે પોલીસે તેમની અટકાયત કરી છે ત્યારે પોલીસે જુગાર રમતા સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડીયા ઉ.વ.૨૦ રહે.વાંકાનેર જીનપરા શેરી નં-૧૨, રમેશભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ.૩૭ રહે.વાંકાનેર જીનપરા શેરી નં-૧૨, તસ્લીમભાઈ અયુબભાઈ શેખ ઉ.વ.૨૮ રહે.વાંકાનેર રાજાવડલારોડ, માર્કેટીંગયાર્ડ પાસેને રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૩,૩૧૦/-જપ્ત કરી ત્રણેય જુગારી આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.