વાંકાનેર ના ચંદ્રપુર ગામે વીજ શોક લાગતા સગીરાનું મોત
વાંકાનેર ના ચંદ્રપુર ગામે 17 વર્ષીય સગીરાને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.