વાંકાનેર નજીક આવેલ નર્સરી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નર્સરી ચોકડી પાસેથી આરોપી રોહીતભાઈ ઉર્ફે કુકો ભુપતભાઈ માતાસુરીયા (રહે. ચોરવીરા તા. સાયલા. જી. સુરેન્દ્રનગર) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૫ (કિં.રૂ. ૧૬૦૦) નાં મુદામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.