મોરબીના વાંકાનેર તાલુકાના પોલીસ મથકમાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈશમને પાસાતળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ આશિષ હેમુભાઈ ઉધરેજીયા ઉ.વ.25 રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગરવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર સમક્ષ મોકલતા તેઓએ મંજુર કરી હતી. જેથી વાંકાનેર તાલુકા પોલીસે પાસા વોરંટની બજવણી કરી આ શખ્સને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
