વાંકાનેર તાલુકામાં દિપડાએ આતંક મચાવ્યો છે. આ અગાઉ પણ સોશ્યલ મિડિયા પર દીપડો આંટા ફેરા કરતો વિડિયો વાઇરલ થયો હતો. ત્યારે વાંકાનેરના જાલસીકા ગામમાં બે અબોલ જીવનું દિપડાએ મારણ કરતા લોકોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે દિપડાએ આતંક મચાવ્યો છે. આ દિપડાએ ગઈકાલે એક ગાય તથા બળદનું મારણ કર્યું છે. આ ઘટનાની જાણ થતાં સરપંચ તથા ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતાં અને વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગની ટીમે નિરિક્ષણ કરી દીપડાએ મારણ કર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ વન વિભાગ દ્વારા આ દિપડાને પકડી પાડવા ગામમાં પાંજરાઓ મુકવામાં આવ્યા છે. જાલસીકા ગામે દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.