વાંકાનેર તાલુકાના વીરપર ગામે જાહેરમાં જુગાર રમતા 6 પત્તા પ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે જાહેરમાં જુગાર રમતા બુટાભાઈ દેકાવાડીયા, ધનજીભાઈ દેકાવાડીયા, વનરાજભાઈ દેકાવાડીયા, હિતેશભાઈ ડાંગરોચા, સુનિલભાઈ ડાંગરોચા અને સાગરભાઈ ડાંગરોચાને 12,600 રોકડા રૂપિયા અને ગંજીપત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.