વાંકાનેર તાલુકાના વીરપર ગામે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વધુ એક જુગાર રમતી ટોળકીને ઝડપી પાડી છે ત્યારે પાંચ પત્તા પ્રેમીઓ ઝડપાયા હતા ત્યારે તેમનો વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે દૂધની ડેરી પાસે જુગારની મહેફિલ જમાવી તીનપતિ રમી રહેલા આરોપી અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા, બાબો બેચરભાઈ દેકાવાડિયા, બેચર બચુભાઇ દેકાવાડિયા, વિજય બેચરભાઈ દેકાવાડિયા અને કાળું રણછોડભાઈ દેકાવાડિયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.