વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે વીજ શોક લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે આવેલ રેડ સ્ટોન ગ્રેનાઈટોમાં કામ કરતા ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉવ.૪૦ રહે.લાલપરવાળાને કોઈ કારણોસર અકસ્માતે વીજશોક લાગતા અકસ્માત સર્જાયો હતો ત્યારે તેઓ બેભાન થઈ ગયા હતા અને બેભાન હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.