જિલ્લામાં તીન પ્રતિ દિન દારૂનું દુષણ વધી રહ્યું છે ત્યારે આ દારૂની બદી ને અટકાવી ખૂબ જરૂરી બને છે ત્યારે એલસીબીટી મેં વાંકાનેર તાલુકાના તીથવા ગામેથી આશરે બે લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, રાજકોટના ઇલુભાઇ સંધી નામના શખ્સે તીથવા ગામની સીમમાં રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમીને આધારે દરોડો પાડતા ઇલુભાઇ સંધીની વાડીમાંથી દારૂ બિયરનો જંગી જથ્થો પકડાઈ ગયો હતો.એલસીબી ટીમે વાડીમાથી મેકડોવલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીની 348 બોટલ કિંમત રૂપિયા 1,30,500, રોયલ ચેલેન્જ રીઝર્વ વ્હીસ્કીની 132 બોટલ કિમત રૂપિયા 68,400 તેમજ થંડરબોલ્ટ પ્રીમીયમ બીયરના 96 ટીન કિંમત રૂપિયા 9600 મળી કુલ રૂપિયા 2,08,740નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઇલું સંધીને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
હિન્દ વૈભવ ન્યુઝ પણ દેશી અને વિદેશી દારૂ ના દૂષણ અને અટકાવવા માટે અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે તમામ મોરબી વાસીઓને આ અભિયાનમાં જોડાવા માટે અને મોરબી જિલ્લાને દારૂના દૂષણમાંથી મુક્ત કરાવવા માટે હિન્દ વૈભવ ન્યુઝ આહવાન કરી રહ્યું છે.