વાંકાનેર નેશનલ હાઈવે પર જીનપરા જકાતનાકા નજીક swift કારના ચાલકે બાઈક ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે બાઈકમાં પાછળ બેસે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે આ બાબતે સ્વીફ્ટ કાર ચાલક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાતનાકા નજીક ગત તા.7 જુનના રોજ જીજે – 13 – સીસી – 0615 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે જીજે – 36 – ડી – 9514 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પ્રવીણભાઈ બાબુલાલ ક્લોલા રહે.નવાપરા વાંકાનેર વાળાના બાઈક સાથે અકસ્માત સર્જતાં બાઈક પાછળ બેઠેલા સાહેદ કુસુમબેન પડી જતા પગની પેનીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે સમાધાનની વાતચીત બાદ સમાધાન ન થતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.