વાંકાનેર : વાંકાનેર એસટી ડેપોના કંડકટર ચોટીલા પાસે ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં ઝડપાઇ જતા લાઈન ચેકીંગ ટીમ દ્વારા કાર્યવાહી કરી ચોટીલા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હોવાની માહિતી મળેલ.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પાસે રાજકોટ લાઇન સ્ટાફ ચેકિંગ દરમિયાન વાંકાનેર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા વાંકાનેર-દાહોદ બસના કંડકટર હરીશ બસીરભાઈ શેખ ફરજ સમયે નશો કરેલી હાલતમાં હોય ચેકીંગ ટીમ દ્વારા હરીશભાઈને પીધેલી હાલતમાં ચોટીલા પોલીસને સોંપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.