Friday, April 11, 2025

વાંકાનેરમાં સિરામિક ફેક્ટરીમાં પાણીની બોટલો આપવા મામલે મારામારી: 3 ઘાયલ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન પ્રા.લી કંપનીમાં પાણીની બોટલો આપવા બાબતે માથાકૂટ થયા બાદ બઘડાટી બોલી હતી. આ મારામારી 3 વ્યકિતઓને ઇજાઓ પહોંચી હતી. જ્યારે આ બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકે ત્રણ શખ્શો સામે ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના જુના પંચાસર ગામે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતાં જુનૈદ હુશેનભાઇ શેરસીયાએ આરોપીઓ મનોજ હીરાભાઇ સરૈયા, મોમલ હીરાભાઇ સરૈયા, હીરાભાઇ સરૈયા (રહે.ત્રણેય હશનપર તા.વાંકાનેર) સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૮ના રોજ વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં મલ્ટીસ્ટોન પ્રા.લી. કંપનીમાં આરોપી પાણીની બોટલો આપતા હોય તેની ફરીયાદીએ ના પાડેલ હોય જેનો ખાર રાખીને આરોપીઓએ બોલેરો પીકઅપ વાહન તથા મોટર સાયકલ લઇને આવી ફરીયાદીને ગાળો બોલી માથાકુટ ઝઘડો કરી લાકડી તથા લોખંડના પાઇપ વડે ફરીયાદી તથા સાથેના હાર્દીકભાઇ અને રીતેશભાઇને માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,798

TRENDING NOW