વાંકાનેરના મીલ પ્લોટ શાંતીનગર રેલ્વે સ્ટેશન રોડ નજીક વર્લી ફિચરનો જુગાર રમતો એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના મીલ પ્લોટ શાંતીનગર રેલ્વે સ્ટેશન રોડ નજીક વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આરોપી અલ્તાફભાઈ કાસમભાઈ અજાબ (રહે. મીલ પ્લોટ શાંતીનગર સોસાયટી મેઈનરોડ.તા.વાકાનેર) ને રોકડ રકમ રૂ.૯૪૦ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.