વાંકાનેરમાં ખાણના સંચાલકો વચ્ચે ચાલતા મનદુઃખમાં યુવાનની આઠ જેટલા શખ્સોએ હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ સંપૂર્ણ બનાવની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રહેતા અને વાંકાનેરના ભીમગુડા ગામે પરબતભાઈ મોઢવાડિયાની ખાણમાંથી બેલાના પથ્થર કાઢી વેપાર કરતા કરશનભાઈ નગાભાઈ કરમુરે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને તથા તેના ભાઈ સામતભાઈને ખાણ બાબતે તથા રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ સાથે મનદુઃખ ચાલતું હતું ગત રાત્રીના સામતભાઈ પાડધરા ચોકડી ખાતે હોય દરમિયાન આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા,ભરત ઓડેદરા, રામભાઈ મેર બોખીરા અને ત્રણ અજાણ્યા માણસોએ ભેગા મળીને બે ફોર વ્હીલ કારમાં આવી સામતભાઈને ગાળો આપી લાકડાના ધોકા તથા પાઈપ વડે માર મારી ગંભીર ઈજા કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.