વાંકાનેર: જાલી ચોકડી દશા માતાજીના મંદિરની નજીક બાવળની કાંટમા છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૧૯ બોટલો સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડેલ છે. જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા વાંકાનેર સીટી પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જાલી ચોકડી દશા માતાજીના મંદિર નજીક આરોપી લાલજીભાઈ બાબુભાઈ જોલપરા (રહે. મીલપ્લોટ ડબલ ચાલી વાંકાનેર)એ બાવળની કાંટમા છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૯ ( કિં.રૂ. ૬૦૦૦) તથા મોબાઇલ નંગ-૨ ( કિં.રૂ. ૭૦૦૦) કુલ રૂ. ૧૩,૦૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય એક શખ્સનું આદીલભાઈ અલ્લારખાભાઈ વડાવરીયાનુ નામ ખુલતા વાંકાનેર સીટી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.