વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ઘરેથી ભાગેલ પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે માનસીંગભાઈ દિનેશભાઈ સેટાણીયા (ઉ.વ.૨૫ રહે.વરડુસર તા. ટંકારા) તથા શીલ્પાબેન મનુસુખભાઈ સારલા (ઉ.વ.૨૨) બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી ઘરેથી ભાગી છુટ્યા હતા. જોકે અગમ્ય કારણોસર બન્નેએ વરડુસર ગામની તળાવ પાસે ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી બન્નેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃત્યુ નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.