વાંકાનેરના રોયલ પાર્ક બસ સ્ટેન્ડ પાછળ રહેતી 23 વર્ષિય પરિણિતાએ મચ્છર મારવાનું લીકવીડ પી જતાં સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના રોયલ પાર્ક બસ સ્ટેન્ડ પાછળ રહેતા પ્રિયંકાબેન આશીષભાઈ દામા (ઉ.વ.૨૩) નામની પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર મચ્છર મારવાનું લીક્વીડ પી લેતા વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભોગ બનનાર પરિણીતાનો લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જણાયું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.