વાંકાનેરમાં નવાપરા શંકરમંદીર સામે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નવાપરા શંકરમંદીર સામે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર આરોપી વિશાલભાઈ વિનુભાઈ દલસાણી, દીનેશભાઈ કરશનભાઈ માણસુરીયા, મુકેશભાઈ રૂપાભાઈ દેકાવડીયા, વિશાલભાઈ ધીરૂભાઇ શંખેશ્વરીયા, ભરતભાઈ અરવિંદભાઈ વિંઝવાડીયા, હર્ષદકુમાર ધીરૂભાઇ છેટાણીયા, સંજયભાઇ ભરતભાઈ દેગામા, મહેશભાઈ કરશનભાઈ માણસુરીયા, અજયભાઈ પ્રેમજીભાઈ બાવરીયા, રામજીભાઈ શામજીભાઈ દેકાવડીયા (રહે. બધાં નવાપરા પંચાસર રોડ વાંકાનેર) નેં રોકડ રકમ રૂ. ૧૪૦૦ નાં મુદામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.