વાંકાનેર શહેરની ધર્મનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં જુગાર રમતા મહેશ ઉર્ફે ટીનો દામજી ભખવાડીયા, વિજય દિનેશભાઈ ડાભી, મનીષ કરશનભાઈ ડાભી, નરોતમભાઈ ઉર્ફે બાબો કેશુભાઈ વાઘેલા, કમલેશભાઈ ગણેશભાઈ ડાભી અને સાદિક અશરફ કૈડા રહે બધા વાંકાનેર વાળા એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૨૦૦ જપ્ત કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.