વાંકાનેર: વાંકાનેરનાં ચંદ્રપુર માર્કેટયાર્ડ સામે રોડ ઉપર કારમાં ઈંગ્લીશ દારૂની ૧૩ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરનાં
ચંદ્રપુર માર્કેટયાર્ડ સામે રોડ ઉપર કારમાં આરોપી મનોજભાઈ કાનજીભાઈ ખુંગલા (ઉ.વ.૩૧.રહે. રવાપર, કાલીકા પ્લોટ-૧. મોરબી)એ પોતાના હવાલાવાળી હુન્ડાઈ કંપનીની ગેજેટ પ્રાઈમ કાર નં-GJ-01-KA-0581 (કીં.રૂ.૮૦,૦૦૦) માં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩ (કીં.રૂ.૧૨૧૫૭) મળી કુલ રૂ. ૯૨૧૫૭ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.