વાંકાનેરમાં અમરસર ફાટક નજીકથી બાઈકની ઉઠાંતરી
મોરબી: વાંકાનેર તાલુકાના અમરસ ફાટક નજીકથી કોઈ અજાણ્યો શખ્સ બાઈકની ઉઠાંતરી કરી ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ખાતે રહેતા તકદીરભાઈ હુસેનભાઈ બ્લોચે અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬/૧૦/ ૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફાટક પાસે પાર્ક કરેલ બાઈક રજીસ્ટર નંબર- GJ-36- A- 1855 કિં રૂ 20 હજાર વાળુ અજાણ્યા તસ્કર ઉઠાવી ગયા હોવાની વાંકાનેર સીટી પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.