વાંકાનેરનાં સીંધાવદર ગામે રહેણાંક મકાનમાં ત્તીનપત્તીનો જુગાર રમતા ૮ પત્તા પ્રેમીઓનેં વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગ હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે ફાટક વાળા રસ્તે પેઢલી વિસ્તારમાં આરોપી સીંધેશભાઈ દેવજીભાઈ દંતેસરીયાના રહેણાંક મકાનમાં ત્તીનપત્તીનો જુગાર રમતા આરોપી સીંધેશભાઈ દેવજીભાઈ દંતેસરીયા(ઉ.વ.૩૫),વીપુલભાઈ દેવજીભાઈ વીરસોડીયા(ઉ.વ.૨૨),નીજામુદીન ઉસ્માનભાઈ શેરસીયા (ઉ.વ.૩૫), હનીફભાઇ મહમદભાઇ શેરશીયા (ઉ.વ.૩૩), રમેશભાઈ લાખાભાઈ વીરસોડીયા(ઉ.વ.૪૭.રહે બધાં સીંધાવદર.તા. વાંકાનેર), મહમદભાઇ હુસેનભાઇ શેરસીયા (ઉ.વ.૪૮. રહે. નવી કલાવડી.તા. વાંકાનેર), અબ્દુલભાઈ વલીમહમદભાઈ બાદી (ઉ.વ.૩૮.રહે. અરણીટીંબા. તા.વાકાનેર), બટુકસિંહ ચંપુભા ઝાલા (ઉ.વ.૪૯.રહે. ધીયાવડ. તા. વાંકાનેર) નેં વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી રોકડ રકમ રૂ. ૭૦,૩૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડેલ છે.તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.