વાંકાનેરના વીડી ભોજપરાસીમ રામપરાવીડીના ગેઇટ નજીકથી બાઈકની ઉઠાંતરી
મોરબી: વાંકાનેરના વીડી ભોજપરાસીમ રામપરાવીડીના ગેઇટ નજીક પાર્ક કરેલી જગ્યાએથી અજાણ્યો ઈસમ બાઈકની ચોરી કરી ગયો હવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર માં રામપરાવીડી વીડી ભોજપરાસીમમા રહેતા અભેસીંગભાઈ સમસુભાઈ મેડા ( ઉ.વ. ૩૯) મુળ ગામ મુવાલીયા મોટા લુણાદ જતા.જી. દાહોદ વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૭-૨૦૨૨ થી ૨૬-૦૭-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે ફરીયાદીએ પોતાની માલીકીનુ મોટરસાયકલ હિરો એચ.એફ. ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-20-BB-3817 નંબરનુ કિ.રૂ.૭૦,૦૦૦/- વાળું મોટરસાયકલ વાંકાનેરના વીડી ભોજપરાસીમ રામપરાવીડીના ગેઇટ નજીક હેન્ડલ લોક કરી પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.