વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી આજથી પોણા બેએક વર્ષ પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે શોધી કાઢી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપી હતી. જે અન્વયે પોલીસ ઇન્સ.વી.બી.જાડેજાએ એ.એચ.ટી.યુ.મોરબીના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ તથા પોકસો એકટ કલમ-૧૨ મુજબના ગુનાનો આરોપી તથા ભોગબનનાર બન્ને મહેન્દ્રનગર ચોકડી ખાતે ઉભેલ હોવાની ચોકકસ બાતમી પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને મળી હતી.
જેથી દિલીપભાઇ યશવંતભાઇ ચૌધરી પો.હેડ કોન્સ. એલ.સી.બી.મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી મહેન્દ્રનગર ચોકડી ખાતે તપાસ અર્થે મોકલી આરોપી ભરતભાઇ નવઘણભાઇ નથુભાઇ કાંજીયા (રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી) વાળો તથા ભોગબનનારને શોધી કાઢવાની સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મળતાબન્નેના COVID-19 સબં ધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને આજથી પોણા બેએક વર્ષ પહેલા વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી ભોગબનનારનુ અપહરણ કરનાર આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા HC દિલીપભાઇ ચૌધરી, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, PC નંદલાલ વરોમારા વિ.દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.