વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે સગીરનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા વિક્રમભાઈ અરવીંદભાઈ સંગાલા (ઉ.વ.૧૬)નો મૃતદેહ લાકડધાર ગામે રાજુભાઈની વાડીનાં કુવામાંથી કાઢીને વાંકાનેર સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી મૃત્યુ નોંધ કરાઇ છે.