વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં લીમડાના ઝાડ નીચેથી એક અજણ્યા આધેડનો ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. અને મૃતકની ઓળખ કરવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના રંગપર સીમ મેસરીયા નજીક આવેલ વેન્ટો કારખાનાની પાછળની બાજુ ગત તા.13ના રોજ અજણ્યા પુરૂષનો લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. આ મૃતકની ઉંમર 45 વર્ષની હોવાનું તેમજ શરીરે કાળા કલરનું પેન્ટ તથા કોફી કલરનો ડીઝાઇન શર્ટ પહેરેલ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવાં મળ્યુ છે. મૃતકને કોઈ ઓળખાતા હોય કે તેના વિષે કોઈ જાણકારી હોય તો તેમણે વાંકાનેર તાલુકા પોલીસના બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મો. નંબર 93741 19533 અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન નંબર 02828 220665 પર સંર્પક કરી જાણ કરવા જણાવવામાં આવ્યું છે.