વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વાડીએ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા અરવિંદભાઈ પાલાભાઈ પટેલ (ઉ.વ.૩૩) નેં વાડીએ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.