વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે શંકરનાં મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓનેં વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે શંકરનાં મંદિર નજીક જાહેરમાં લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપી ભાવેશભાઇ વરસીંગભાઇ સરાવાડીયા (રહે.ભીમગુડા તા.વાંકાનેર),સંજયભાઇ દેવકરણભાઇ ચારલા (રહે.ભીમગુડા તા.વાંકાનેર), ડાયાલાલ ઉર્ફે શૈલેષભાઇ દેવકરણભાઇ ચારલા (રહે.ભીમગુડા તા.વાંકાનેર) પ્રવીણભાઇ ઉર્ફે પવો મંગાભાઇ વિંઝવાડીયા (રહે.ગુંદાખડા તા.વાંકાનેર) નેં રોકડ રકમ રૂ. ૩૪૮૦ નાં મુદામાલ સાથે પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.