તા.૦૨/૦૧/૨૦૨૪ ના રોજ જે.એસ. વાઢેર, ભુસ્તરશાસ્ત્રી, મોરબી દ્વારા જીલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સુચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે. ઓનેસ્ટ હોટલ પાસે-ભલગામ, તા.વાંકાનેર, જી.મોરબી પાસે ખાનગી વાહનમાં આક્સ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજ તથા સિલિકા સેન્ડ ખનીજનું બિન અધિકૃત વહન કરતા કુલ ૦૬ (છ) વાહનો સીઝ કરવામાં આવેલ. જેમા વાહન ડમ્પર નં. (૧) જીજે-૦૩-બીઝેડ-૧૯૯૧ ના માલીક ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડ રહે.રાજકોટ (૨) જીજે-૦૩-બીવી-૭૧૯૯ ના માલીક ધાંધલ રાજુભાઈ સુરીંગભાઈ રહે. સુરેન્દ્રનગર (૩) જીજે-૧૩-એડબલ્યુ-૯૯૬૭ ના માલીક ભાવેશભાઈ ધનજીભાઈ સોલંકી (૪) જીજે-૧૩-એડબલ્યુ-૯૯૨૧ ના માલીક દેવાભાઈ સુરાભાઈ ખંભાળીયા રહે. રાજકોટ (૫) જીજે-૧૩-એક્ષ-૭૩૫૧ ના માલીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ રહે. સુરેન્દ્રનગર (૬) જીજે-૦૩-બીઝેડ-૮૩૩૧ ના માલીક પટેલ કન્સલ્ટન્ટ, રહે. રાજકોટ છે. જે ઉપરોક્ત તમામ વાહનોને ખનીજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરી સંતકૃપા સ્ટોન ક્રશર – ભલગામ ખાતે રાખવામાં આવેલ. આમ કુલ અંદાજીત ૨ કરોડનો મુદામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.