વાંકાનેર: વાંકાનેર તાલુકાના દલવાડી ગામ નજીક ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલો સાથે બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલવાડી ગામ નજીક આરોપી સંજય રાજુભાઈ સોઢા (ઉ.વ.૧૯. રહે. મફતીયાપરા અનસોયા કાંટાની બાજુમાં. તા.થાન. જી. સુરેન્દ્રનગર) તથા વિજયભાઈ વાલજીભાઈ સોઢા (ઉ.વ.૨૨. રહે. સો ઓરડી શક્તિમાતાજીના મંદીર પાછળ.તા.થાન.જી. સુરેન્દ્રનગર) એ પોતાના હવાલાવાળા મોટરસાયકલ નં-GJ-03-LQ-4108(કીં.રૂ. ૪૦,૦૦૦) વાળામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨(કિં.રૂ. ૩૬૦૦) મળી કુલ ૪૩,૬૦૦ના મુદ્દામાલ સાથે બંને આરોપી નેં વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
