રાજકોટ ચોટીલા હાઈવે પર ટેન્કર ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલમાં સવાર બે વ્યકિતને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ડમ્પર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુજબ રાજકોટના મુંજકા ગામના રહેવાસી ભુપેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટ ચોટીલા હાઈવે પર બામણબોરથી આગળ ટેન્કર નં.GJ03-BW-5678 ના ચાલકે મોટરસાયકલને પાછળ ઠોકર મારી અકસ્માત સર્જતા બાઈકસવાર ભુપેન્દ્રસિંહ ઝાલા અને અન્યને ઈજા કરી હતી. જ્યારે ટેન્કરચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ડમ્પર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.