વાંકાનેરના ગાયત્રીમંદિર નજીકથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઇસમને વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી લીધો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર સામે બરફના કારખાના નજીકથી વેચાણ ઇરાદે રાખેલ ઈંગ્લિશ દારૂની બોટલ નં.6 (કિં.રૂ.3120) સાથે આરોપી જયદીપસિંહ ઘનશ્યામસિંહ જેઠવા (હાલ વૃદાવન સોસાયટી વાંકાનેર મુળગામ તરણેતર)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરૂધ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.