વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીને જુગારની રોકડ રકમ ૩૮,૦૦૦ના મુદામાલ સાથે એલસીબી ટીમે પકડી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના પોલીસ હેડ.કોન્સ સહદેવસિંહ જાડેજા તથા વિક્રમભાઈ ફુગસીયાને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી સજજનપર તરફ જતા કાચા રસ્તે રહેતા જેરામભાઇ મનજીભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી.
રેઇડ દરમ્યાન જુગાર રમતા જેરામભાઇ મનજીભાઇ મકવાણા, કમલેશભાઇ ઉર્ફે કલાભાઇ રણછોડભાઇ કોબીયા, ભરતભાઇ હરજીભાઇ મકવાણા, નારણભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સોઇગામ, રોહીતભાઇ તેજાભાઇ મકવાણા, યુવરાજસિંહ બળવંતસિંહ ઝાલા (રહે.છયે કોઠારીયા) તથા કરમશીભાઇ આંબાભાઇ ભુત (રહે. સજજનપર)ને રોકડ રકમ રૂ.૩૮૦૦૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ સાતેય આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.