માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેતી પરિણીતાએ ગળેફાસો ખાઈ મોત વ્હાલું કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેતી રજીયાબેન અશગરઅલ્લી છેર (ઉ.વ.૨૧) નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રજીયાબેન એક-બે વર્ષ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા હતા. ત્યારે ક્યાં કારણોસર આપઘાત કરી જીવન ટુકાવ્યું તેની વધુ તપાસ માળીયા પોલીસ હેડ.કોન્સ્ટેબલ એચ.એમ.મકવાણાએ ચલાવી છે.