108 ઇમરજન્સી મેડિકલ સેવા એ અત્યારના સમયમા કોઈ પણ નાગરીક માટે અજાણ્યું નામ નથી અને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ના સમયે લોકો ને પહેલા 108 એમ્બ્યુલન્સ જ યાદ આવે છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સુવિધામા વધારા માટે આવરદા પુરી થયેલ હોય કે વઘારે ચાલેલ હોય તેવી ambulance ની જગ્યાએ નવી 100 ambulance ફાળવેલ છે તેમાંથી મોરબી જિલ્લામા 3 108 એમ્બ્યુલન્સ આપેલ છે. આ નવી આપેલ 3 એમ્બ્યુલન્સ નું આજરોજ તારીખ 03/10/2024 ને નવરાત્રી ના પ્રારંભે મોરબી કલેક્ટર શ્રી ઝવેરી સાહેબ, પોલિસ અધીક્ષક શ્રી ત્રિપાઠી સાહેબ, જીલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ અને જીલ્લાના અન્ય અધીકારીશ્રીઓ ના વરદ હસ્તે પ્રસ્થાન કરેલ છે.
હાલમાં મોરબી જિલ્લામા ટોટલ 12 108 એમ્બ્યુલન્સ અને 8 ખીલ ખીલાટ વાન લોકોની આરોગ્યલક્ષી સુવિધા માટે ઊપલબ્ધ છે
.