Tuesday, April 22, 2025

વધુ એક લેન્ડ ગ્રેબિંગ નો કિસ્સો, વજેપરમાં ભાયું ભાગની જમીન પર કબજો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વજેપર ગામ માં આવેલ ભાયું ભાગની જમીન પર ૧ શખ્સ દ્વારા શબ્દો કરવામાં આવતા આ બાબતે હાલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ત્યારે આ સંપૂર્ણ બનાવો બાબતે મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી રોડ પાસે બાપા સીતારામ મઢુલીની બાજુમાં બાવરાની વાડીમાં રહેતા મોહનભાઈ મોતીભાઈ પરમાર (ઉ.વ.૬૫) એ આરોપી રમેશભાઈ ગોકળભાઇ ખટારીયા રહે. મુળ માધાપર પરમારની વાડી હાલ રહે. રોકડિયા હનુમાન પાસે રેલવે ફાટક નજીક નવલખી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સંયુકત ભાયુભાગની માલીકીની વજેપર ગામના સર્વે નંબર ૨૧૦ પૈકી ૨ જમીન હે. ૦-૯૯-૧૫ ચો.મી જમીનમાં આરોપીએ ગેરકાયદેસર રીતે ઇરાદાપુર્વક કુલ ૦-૦૪-૯૫ જમીનમાં ગેરકાયદેસર રીતે પેશકદમી કરી પશુના વાડા બનાવી અને પશુના નીરણ માટેની છાપરી કરી કબ્જો કરેલ હોય જેથી ફરીયાદી કબ્જો ખાલી કરવા સમજાવતા આરોપી ઉશ્કેરાઇ કબ્જો ખાલી નહી કરી ફરીયાદીની ભાયુભાગની જમીનમાં ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે દબાણ કરી જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦ ની કલમ ૩,૪,(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW