મોરબીનો વધુ એક યુવક વ્યાજ ચક્ર માં ફસાયો હોય ત્યારે યુવકે ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના વવાણીયા ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર આઇટીઆઇ પાછળ રહેતા વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા (ઉ.વ.૨૪) એ આરોપી ભોલુ જારીયા રહે. રવાપર રોડ મોરબી તથા મહિપતસિંહ જાડેજા રહે. શનાળા રોડ મોરબી અને જીવણભાઈ બોરીચા રહે. ખાખરાળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં લીધેલ હોય જે રૂપિયાના બદલામાં ફરીયાદીએ આરોપીઓને ઉંચુ વ્યાજ ચૂકવતા હોવા છતાં આરોપીઓએ ફરીયાદીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એસી-૨૯૭૧ વાળી બળજબરી પૂર્વક પડાવી લઇ તથા સાહેદની માલીકીનુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-પી-૫૨૮૪ તથા મોબાઇલ ફોન ઓપ્પો કંપનીનો એફ-27 કિ રૂ. ૩૦,૦૦૦ વાળો બળજબરી પૂર્વક લઈ જઈ આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ટાટીંયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે પઠાણી ઉઘરાણી કરતા હોવાની આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.