માળીયા (મીં) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા તાલુકાના કુંતાસી ગામે રામજી મંદિરની પાછળ રહેતા આરોપી ભરતભાઇ બીહારીદાસ રામાનુજ (ઉ.વ.૪૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોની જીંદગી તથા આરોગ્ય અને શારીરીક સલામતી જોખમાય તેવુ બેદરકારી ભર્યુ બે ફામ કૃત્ય કરી અલગ અલગ કંપનીની એલોપેથીક દવાનો જથ્થો તથા સારવાર કરવાના સાધનો રાખી કુલ કી.રૂ. ૧૮૬૭/-ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.