Wednesday, April 23, 2025

વઘાસિયા ગામે ખરાબામા દાટેલ 70 બોટલ અંગ્રેજી દારૂ,15 નંગ બિયર સાથે 1 ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બંદી સંપુર્ણપણે નાબુદ કરવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે અમો પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાનાઓ ને સંયુકત બાતમી હકીકત મળેલ કે વધાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેટાઈલ્સ સીરામીકમા જવાના રસ્તાની બાજુમા બાબા રામદેવ હોટલના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા (રહે.હાલ બાબા રામદેવ હોટલમા મુળ રહે.રાજસ્થાન)વાળાએ બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામા ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો દાટી રાખી તેમાથી વેચાણ કરતો હોય તેવી ચોકકસ બાતમી મળતા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા બાબા રામદેવ હોટેલના પાછળના ભાગે ખરાબાની જમીન માંથી ભારતિય બનાવટની MCDOVELLS NO.1 DELUXE COLLECTION WHISKY ORIGINAL 750 M.Lની કાચની કંપની શીલપેક બોટલો નં-૭૦ કીરૂ ૨૬૨૫૦/- તથા KINGFISHER SUPER STRONG PREMIUM BEER 500 M., લખેલ બિયરના ટીન નંગ-૧૫ કીરૂ ૧૫૦૦/- તથા એક મોબાઇલ કીરૂ-૧૦૦૦/- ના સાથે આરોપી મદનલાલ નરસીહ રામ મીણા (ઉવ.૨૫ ધંધો-સિક્યુરીટી રહે.હાલ વધાસીયા ટોલનાકા પાસે મેકટાઇલ્સ સીરામીકમા જવાના રસ્તા પાસે બાબારામદેવ હોટલમા રહે.મુળ ઢોલારોડ માંડલ તા.જી.પાલી (રાજસ્થાન))વાળા ઉપરોકત કુલ મુદામાલ ૨૮૭૫/- નો પોતાના કબ્જામાં રાખી મળી આવતા વાંકાનેર સીટી પોલી સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરેલ છે

આ કામગીરી કરનાર સ્ટાફના માણસો પોલીસ ઈન્સપેકટર એચ.એન.રાઠોડ તથા એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ આપાભાઈ ખાંભરા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકીના ઓ દ્રારા કરવામા આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW