જોડિયા :- શનિવારે સંધ્યા સમયે રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ નો ગામની શુભેચ્છા મુલાકાત આવી પહોચતા ભાજપાના દ્વારા સ્વાગત કરાયું હતું. અને જોડિયા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ના પરિસરમાં મંત્રી શ્રી ના હસ્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. તે ઉપરાંત જી એમ ફોર્મ હાઉસ ગામના આગેવાનો સાથે બેઠક યોજી ને ગામની સમસ્યા અંગે ના નિવારણ માટે ખાત્રી આપી હતી, જેમાં માછીમારો ના પ્રશ્નો, ખેડૂતો ના લગત પ્રશ્ન સિંચાઇ/ ખાતર, વગેરે ઉપરાંત જોડિયા માટે એસ. ટી નું બસ સ્ટેન્ડ ના નિર્માણ માટે પ્રતિક્રિયા ચાલુ છે ચોમાસા દરમ્યાન બિસમાર થયેલા માર્ગો નું સમારકામ કરાશે. દિસંમબર માત્ર ગુજરાત ની ગ્રામ પંચાયતો. તાલુકા પંચાયતો. નગર પાલિકા, જીલ્લા પંચાયતો ની ચુંટણી યોજાવાની છે તેના સંદર્ભે ભાજપા ને વધુ બેઠક મળે. તેવું આયોજન માટે કાર્યકરો પોતાના વિસ્તાર ની પ્રજાકીય સમસ્યા ને પ્રાથમિકતા તરફ ધ્યાન આપવા જણાવ્યું ઉપરોક્ત મંત્રી શ્રી ના ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ ના હોદેદારો માં ધરમશીભાઇ ચનિયારા.ભરતભાઈ દલસાણિયા. જેઠાલાલ અધેરા. વલ્લભભાઈ ગોઠી. ભરતભાઈ ઠાકર, રસીકભાઇ ભંડેરી. ચિરાગ વાંક. ભગુભાઈ વાંક. તથા જોડિયા ગ્રામ પંચાયત વહીવટ દાર તાલુકા પંચાયત ના ચુંટાયેલા હોદેદારો, અધિકારીઓ રેફરલ હોસ્પિટલ ના તબીબો અનય કર્મચારી તથા જોડિયા લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.