લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેનાની સંસ્થાપક ટીમ દ્વારા વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી મોરબી શહેર ખાતે કરાઈ…

મહાસુદ તેરસના પાવન દિવસે ઉજવાતી શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી માટે લુહાર સમાજનાં વિવિઘ મંડળો દ્વારા અલગ અલગ રીતના આયોજનો કરાયું છે ત્યારે લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય સંગઠ્ઠન દળ પાર્ટી) સંસ્થાપક ટીમ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી આવર્ષે મોરબી શહેર ખાતે ઉજવવામાં આવી, જેમાં તારીખ: 14/02/2022 સોમવારે મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે સવારે 9:00 વાગ્યે વિશ્વકર્મા પ્રભુનાં પુજન બાદ વિશ્વકર્મા ધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ સાંજે વિશ્વકર્મા વાડી – (સોરઠીયા લુહાર) ખાતે 6:00 વાગ્યે વિશ્વકર્મા પ્રભુની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી…

આ કાર્યક્રમમાં મુખ્ય ત્વે લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ ટીમના રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મંત્રી રાષ્ટ્રીય સેનાધ્યક્ષ, રાષ્ટ્રીય યુવા સચિવ, રાષ્ટ્રીય યુવા સંગઠ્ઠન મંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ, મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી, મોરબી જિલ્લા ટીમ સભ્યો, મોરબી તાલુકા ટીમ સભ્યો સાથે મોરબી શહેર ટીમ સભ્યો સાથે મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી નાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ અને યુવક મંડળ સભ્યો તેમજ વિશ્વકર્મા વાડી – (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી) નાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ અને યુવક મંડળ સભ્યો ઉપસ્થિત રહિયા હતાં…
