Wednesday, April 23, 2025

લુટાવદર ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દારૂની 420 બોટલો ભરેલી કાર ઝડપાઈ, આરોપી ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી: પોલીસ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા તથા વિક્રમસિંહ બોરાણાને ખાનગીરાહે મળેલ બાતમી કે,એક ફોર્ડ ફીયાસ્ટા કાર નં-GJ-10-F-9728વાળીમાં ગેરકાયેદેસ રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરી માળીયા તરફથી પીપળીયા ચાર રસ્તા તરફ આવનાર હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે પીપળીયા ચાર રસ્તા પાસે હાઇવે રોડ ઉપર બાતમી વાળી કારની વોચમાં હતા.

બાતમી જે કારની મળી હતી તે કાર આવતા તેને રોકવા ખાનગી વાહનની આડશ કરી કાર રોકવા ઇશારો કરતા કાર ચાલકે હાઇવે રોડ ઉપર વાહનોના ટ્રાફીકનો લાભ લઇ કાર રોકેલ નહી જે કારનો પીછો કરતા કાર ચાલકે કાર લુટાવદર ગામના પાટીયા નજીક રોડ સાઇડમાં યુ ટર્ન મારવા જતા માટીમાં ફસાઇ જતા કારનો ચાલક તથા તેની સાથેનો એક ઇસમ અંધારા તેમજ બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ભાગી ગયેલ હોય જે કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેગડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૪૨૦/ કીમત ૩૧,૫૭,૫૦૦/- તથા ફોર્ડ ફીયાસ્ટા કાર નં-GJ-10-F-9728 કી૩,૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૫૭,૫૦૦/- નો મુદામાલ મળી આવતા કાર ચાલક તથા તેની સાથેના એક ઇજાણ્યા ઇસમ એમ બે આરોપીઓ વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરી કરનાર અધિકારીઓ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ તથા પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી નીરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, રણવીરસિંહ ઝાલા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW