મોરબીના લીલાપર રોડ પર આવેલ નીલકમળ સોસાયટીમાં રહેતા આધેડ એ પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી ના ઘરનું કલર કામ ચાલતું હોય ત્યારે કલર તે ફરિયાદીના એકટીવા પર પડતા તેમના દ્વારા આરોપી સાથે વાત કરવા જતા આરોપીએ ગાળો આપી ઢીકા પાટુંનો માર માર્યો હોય જરા સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ લીલાપર રોડ પર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતા અજયભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉ.વ.૪૮) એ આરોપી નરેશભાઈ રહે. નીલકમલ સોસાયટી મોરબી તથા એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી નરેશભાઈના ઘરનું કલરકામ ચાલુ હોય જે કલરના છાંટા ફરીયાદીના એક્ટીવામા ઉડેલ હોય જે બાબતે ફરીયાદીએ આરોપીને સાથે વાત કરતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમારી તથા આરોપી અજાણ્યા ઈસમે ફરીયાદીના માથામાં મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.