મોરબી તાલુકાના લીલાપર ગામે સર્વે નંબર ૩૫ વાળીમાં તેમજ વજેપર ગામના સર્વે નંબર ૧૧૬૬ વાળી જમીન હડપ કરી જવાના ગુન્હામાં 2 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના લીલાપર ગામે રહેતા નારણભાઈ માધાભાઇ લાબરીયા, મનોજ વશરામભાઇ રબારીએ મોરબી તાલુકાના લીલાપર ગામની સરકારી જમીનમાં સ.નં.૩૫ માં તેમજ વજેપર ગામના સ.નં.૧૧૧૬ પૈકીની સરકારી જમીન ઓળવી જવાના ઇરાદે ગેરકાયદે કબજો કરતા, દિવ્યરાજસિંહ જે. જાડેજા, હાલ – મામલતદાર – મોરબી (ગ્રામ્ય), ફરિયાદી બની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક – ૨૦૨૦ ની કલમ- ૩,૪(૧),૪(૨),૪(૩) તથા પ(ક),૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓ સામે કાયદેસરની કર્યાવહી કરવામાં આવી છે.