મોરબી વાંકાનેર નેશનલ હાઇવ લાલપર નજીક આવેલ સોનેટ સેનેટરીવેરની મજુર ઓરડી પાસે ખુલ્લી જગ્યામાંથી બાઈક ચોરાઈ હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ લાલપર નજીક સોનેટ સેનેટરીવેરની મજુર ઓરડીમાં રહેતા ચંદ્રકાંત મથુરભાઇ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૪-૦૭-૨૦૧ના રાત્રીના આઠેક વાગ્યાથી ૨૫-૦૭-૨૦૨૧ના સવારના ચારેક વાગ્યા દરમ્યાન ફરીયાદીનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં-GJ-36-K-0904 (કીં.રૂ.૨૫,૦૦૦) વાળું મોટરસાયકલ મોરબી વાંકાનેર નેશનલ હાઇવ લાલપર નજીક આવેલ સોનેટ સેનેટરીવેરની મજુર ઓરડી પાસે ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ફરીયાદનાં આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.