મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રામ પાન વાળી શેરીમાં જાહેરમાં જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ૯ ઈસમોનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રામ પાન વાળી શેરીમાં જાહેરમાં જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ રાજુભાઇ હિતેશભાઇ નાગડ (રહે લાયન્સનગર વીસીપરા) હરૂભા કનુભા ઝાલા (રહે લાયન્સનગર ચરમાળીયા મંદીર વાળી શેરીમાં ),અરવીંદસિંહ જતુભા જાડેજા (રહે. વિધ્યુતનગર મફતીયાપરા), રાહુલભાઇ કમલેશભાઇ જોગીયાણી (રહે. હાપલિયા પાર્ક શેરી નંબર-૪ બ્લ્યુ સ્કાય એપાર્ટમેન્ટ ૩૦૩ કોઠારીયા રાજકોટ), હરેશગીરી બળદેવગીરી ગોસ્વામી, (રહે લાયન્સનગર રામ પાન વાળી શેરી મોરબી), નિલેષભાઇ મનસુખભાઇ જોગેલા (રહે રણછોડનગર ગરબી ચોક મોરબી), કૌશલભાઇ રાયમલભાઇ લાંબરીયા (રહે સેન્ટમેરી સ્કુલ પાસે મફતીયાપરા ), નિતીનભાઇ મનુભારથી ગોસ્વામી (રહે સેન્ટમેરી સ્કુલ પાસે મફતીયાપરા), રેખાબેન હરેશભાઇ ગોસ્વામી (રહે. લાયન્સનગર રામપાન વાળી શેરી મોરબી) ને રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ. ૩૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.