Wednesday, April 23, 2025

લાંચિયા અધિકારીઓ સામે ગુજરાત ભર માં ઝુંબેશ ચલાવાશે :: કરણી સેના

Advertisement
Advertisement
Advertisement

લાંચિયા અધિકારીઓ સામે ગુજરાત ભર માં ઝુંબેશ ચલાવાશે :: કરણી સેના
જરૂર પડ્યે એસીબી તથા સીબીઆઈ નો સહારો લેવાશે

રાજયની સતાધારી પક્ષનાં ધારાસભ્ય તથા સંસદસભ્ય દ્વારા પોલીસ પર રૂપીયા મંગાવાયાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને લખેલા લેટરને પગલે રાજકોટ સહીત રાજયભરમાં ચક્ચાર મચી જવા પામી છે. અને રાજકોટ શહેર પોલીસ સામે રોજ બરોજ આક્ષેપ સાથે ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત રાય કરવાની સરકારની નેમ સાથે જાગૃત અને અને લોક પ્રશ્નોને વાચા આપતા ગુજરાત નાં તમામ જિલ્લા માં કાર્યરત સંગઠન શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા એ લાંચીયા અધીકારીઓ અને કર્મચારીઓ સામે ગુજરાતભરમાં ઝુંબેશ ચલાવવા ની જાહેરાત કરી છે અને આવા અધિકારીઓએ સાનમાં સમજી જવા અને અરજદારોને હેરાન પરેશાન ન કરવા ચીમકી ઉંચારી છે તેમજ લાંચીયા અધીકારીઓના ભોગ બનેલા અરજદારોને જે.પી. જાડેજાનો મો. નં.98253 00097 પર સંપર્ક કરવા અને કાયદાકીય લડતની ખાત્રી આપી છે તેમજ રાજકોટ પોલીસ તોડકાંડ પ્રકરણ માં જરૂર પડે તો સીબીઆઈ ને પણ આધાર પુરાવા સાથે ફરિયાદ કરી લાંચીયા અધીકારીઓને પાઠ ભણાવવામાં શ્રી રાજપુત કરણી સેના પાછીપાની નહી કરે તેવુ અંતમાં જણાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW