મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે ૧૦:૦૦ કલાકે કાર્યક્રમનું આયોજન
મોરબી: રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે રોજગાર દિન નિમિત્તે રાજયના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરાશે.
મોરબી નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતી મેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળાના પ્લેસમેન્ટ, સરકારી કચેરીઓમાં પ્લેસમેન્ટ પામેલ ઉમેદવારોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવશે.
રાજ્યકક્ષાએ યોજાનાર આ કાર્યક્રમમાં રોજગારી માટેના વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન અનુબંધમ્ નું પણ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવનારા છે. આ કાર્યક્રમમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા સહિત પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા રોજગાર અધિકાર બી.ડી. જોબનપુત્રાએ જણાવ્યું છે.