મોરબી: હાલમાં લોકોના પરિવાર ઉપર અણધારી દુખની ઘડી ગમે ત્યારે આવી પડે છે અને પરિવારના સભ્યો ભાંગી પડતાં હોય છે આવા સમયે ત્રણ થી ચાર દિવસમાં એક જ પરિવારના બે સ્વજનોનું ગુમાવ્યા પછી પણ રાષ્ટ્ર સેવિકા સમિતિની સેવિકાના બહેને તેની સેવા ચાલુ જ રાખી છે જેનો ખોળો ખૂંદી ઉછર્યા એવા દાદીમા અને જેની છત્રછાયામાં રહીને પરિવારમાં ખુશીનો સ્નેહ વરસાવતા વ્હાલનો દરિયો એવા પિતાજી એમ બન્ને વ્યક્તિને કોરોનાના સંક્રમણમાં આવ્યા બાદ ગુમાવ્યા છે.
તો પણ આ સ્થિતિ વચ્ચે જેમને આશ્વાસન અને હૂંફની જરૂર હોયએ સ્વાભાવિક ક્રમ હોવા છતાં નેહાબેને ચાવડા સ્વનો નહિ પરંતુ વર્તમાન કોરોના સ્થિતિમાં અન્ય લોકોને મદદ કરવાના સામાજિક ઉત્તર દાયિત્વ હેતુ મોરબી સિરામિક એસોસિએશન અને સંઘ કાર્યકર્તા દ્વારા ચાલતા કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પમાં રવાપર રોડે સ્વાગત ચોકડી પાસે પોતાના સ્વજનો ગુમાવ્યાનુ દુઃખ ભૂલી લોકોની સેવા કરવામાં આવી હતી