
(અહેવાલ: મહેશ ચાવડા દ્વારા)
મોરબી: શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મ આનંદ ઉલ્લાસ સાથે ભક્તિમાં શિવનું નામ ભજતા ભાવિ ભક્તો મોરબીના રામ ધન આશ્રમ ખાતે ઉમિયા મંદિર પર પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને ધૂન આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને ધ્યાને લઈને મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં કરસનભાઈ દેત્રોજા દ્વારા નવ દિવસ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા અને ધૂન સાથે ગરબા રમવા લાગ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા નરભેરામભાઈ, ભુદરભાઈ હરજીભાઈ અને લાભુભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદી જણાવે છે.
